મોરબી: ઇંગ્લીશ દારૂના અલગ -અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૫ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો

મોરબી સીટી બી ડિવિઝન અને બોટાદ પોલીસ સ્ટેશનમાં પોહિબીશનના ઇંગ્લીશ દારૂના અલગ -અલગ ૨ ગુન્હામાં ૫ માસથી નાસતા ફરતા આરોપીને બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ જિજ્ઞાસાબેન કણસાગરા તથા પો.હેડ કોન્સ.જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં.૨૧૪૩/૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કાનભા ઉર્ફે અનીરૂધ્ધસિંહ જાલુભા પરમાર ઉ.વ.૨૨ રહે. પાળીયાદ ભદ્રવાડી રોડ કાંગસીયા પરા જી.બોટાદ વાળાને આજરોજ પાળીયાદ ખાતેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. તેમજ મજકુર આરોપી બોટાદ પો.સ્ટે.સી.પાર્ટ.ગુ.ર.નં.૦૧૦૬/૨૩પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૯૮(૨),૮૧ મુજબના કામે પણ પકડવાનો બાકી હોય જેની જાણ કરવા તજવીજ છે.

આમ, મોરબી જીલ્લાના મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. તથા બોટાદ જીલ્લાના બોટાદ પોસ્ટે.ના એમ કુલ-૨ પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામા મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img