વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવા માં આવે છે
ત્યારે મોરબી સતવારા સમાજ ના અગ્રણી રામજીભાઈ ગણેશભાઈ કણઝારીયા, મોહનભાઈ રામજીભાઈ કણઝારીયા તથા મણીબેન રામજીભાઈ કણઝારીયા પરિવાર દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજવા માં આવ્યો હતો. ભુખ્યા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નાં હેતુસર કણઝારીયા પરિવાર દ્વારા યોજાયેલ મહાપ્રસાદ બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા સહીત ના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ પૂ. જલારામબાપા તેમના પરિવાર ની તમામ મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના પાઠવી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...