Sunday, May 19, 2024

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2022-23નુ સુધારેલું તથા 2023-24નું અંદાજપત્ર રજૂ કરાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી જીલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા બોલાવવા આવી હતી જેમાં મોરબીનું વર્ષ ૨૦૨૨-૨૩ નું સુધારેલું અંદાજપત્ર તથા વર્ષ ૨૦૨૩-૨૪ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતુ.

મોરબી જીલ્લા પંચાયતની આ બેઠકમા મોરબીના રાજપર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં અંદાજીત બે વર્ષથી પાંચ ડીજીટલ રૂમની ફાળવણી થયેલ હોવા છતાં આજ દિવસ સુધી કામ ન થતા જીલ્લા પંચાયતના સદસ્ય નયનભાઈ અઘારેએ ઉગ્ર રજૂઆત કરી હતી.

મોરબી જીલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૩-૨૪ નું અંદાજપત્ર કુલ રૂ.૫૩,૪૧૨. ૮૮ લાખનું છે. સ્વભંડોળની તા. ૦૧-૦૪-૨૦૨૩ ની અંદાજીત ઉઘડતી સિલક રૂ. ૯૨૩.૮૯ લાખ રહેશે તથા વર્ષ ૨૦૨૩-૨૪ ની આવક રૂ. ૯૨૨.૭૫ લાખ મળિ કુલ કિં રૂ. ૧૮૪૬.૬૪ લાખ આવક થશે તેમજ અંદાજપત્રમાં કરેલ જોગવાઈ મુજબ રૂ.૧૭૪૯.૪૦ લાખ ખર્ચ લક્ષમાં લેતા બંધ સિલક રૂ. ૯૭.૨૪ લાખ રહેવા પામેલ છે.

વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રોમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલ છે જેમ કે

1. સામાન્ય વહિવટ ક્ષેત્રે રૂ ૧૦૧.૯૯ લાખ, જેમાં માનદ વેતન, પગાર ભથ્થાં અને કન્ટીજન્સી ખર્ચનો સમાવેશ કરવામાં આવેલ છે.

2. પંચાયત અને વિકાસ ક્ષેત્રે કુલ ૮૧૩.૩૩ લાખની જોગવાઇ છે. જેમાં ગ્રામ પંચાયતના વિકાસના કામોની રૂ.૭૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

3. શિક્ષણ ક્ષેત્રે રૂ ૭૬.૯૧ લાખની પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓ અંગે જોગવાઇ કરેલ છે

4. આરોગ્ય ક્ષેત્રે રૂ.૦.૬૦ લાખની જોગવાઇ કરેલ છે

5. ખેતીવાડી ક્ષેત્રે રૂ ૧૬.૧૦ લાખની જોગવાઇનો સમાવેશ થાય છે.

6. પશુપાલન ક્ષેત્રે ૫૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

7. સમાજકલ્યાણ ક્ષેત્રે રુ. ૭૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

8. આંકડા શાખા માટે રૂ ૧.૩૦ લાખની જોગવાઇ કરેલ છે.

9. કુદરતી આફતો માટે રૂ. ૩૧૦ લાખ જેમા રૂ ૩૦૦ લાખની પુર નિયંત્રણ ભંડોળની જોગવાઇનો સમાવેશ થાય છે.

10. સિંચાઇ ક્ષેત્રે ૭૮.૭૫ લાખના સિંચાઇના કાર્મોની જોગવાઇ થયેલ છે.

11. બાંધકામ ક્ષેત્રે કુલ રૂ.૨૬૫.૦૧ લાખની જોગવાઇનો સમાવેશ થાય છે.

12. પ્રકિર્ણ યોજનાઓ અને કાર્યો માટે રૂ.૧૦ ૪૧ લાખની જોગવાઇનો સમાવેશ થાય છે.

પંચાયત પ્રવૃતિ ઉપરાંત રાજ્ય સરકારની સઘળી પ્રવૃત્તિઓ અને રાજ્ય સરકારે મંજૂર કરેલ રસ્તા, સિંચાઇ અને અન્ય તમામ સુપ્રત પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકાર તરફથી મંજુર કરવામાં આવેલ વિવિધ કામોનો અંદાજપત્રમાં રાજ્ય પ્રવૃત્તિમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરાંત કેન્દ્રીય નાણાપંય તરફથી નિયત થયેલ સહાય મળતાં તેમાંથી વિકાસ કાર્યોનું આયોજન કરેલ છે. તેમજ રુ. ૯૭.૨૪ લાખની પુરાંતવાળુ વર્ષ ૨૦૨૨-૨૩ નું અંદાજપત્ર સામાન્ય સભા સમક્ષ રજુ કરતાં ચર્ચા વિચારણા કરી મંજુરી અર્થે મુકવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર