મોરબી: ધરતીપુત્ર પર ચાર શખ્સો એ કર્યો હુમલો ! કહ્યું આ જમીન પર પગ ના મુકતો

ટંકારા તાલુકાના વીરપર ગામે વાડીએ જાર વાઢી રહેલા કાકા અને ભત્રીજા ઉપર મેરુ નામના શખ્શ સાથે આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે ભાગીદારીમાં 18 વીઘા જમીનમાં ધરાવતા મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ચુનીલાલ પરસોતભાઈ નકુમ તેમના કાકા સાથે જાર વાઢી રહ્યા હતા ત્યારે નંબર વગરની સ્કોર્પિયો કારમાં આવેલ મેરુ રામજીભાઈ ભુંભરિયા નામનો શખ્સ અજાણ્યા ત્રણ શખ્સો સાથે ધોકા લઈ વાડીમાં આવ્યો હતો અને વાડી અમારી છે તેમ કહી હવે પછી વાડીમાં આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તમામ શખ્સોએ હુમલો કરી કાકા ભત્રીજાને પગમાં ઈજાઓ પહોંચાડી હતી.આ મામલે ચુનીલાલ પરસોતભાઈ નકુમની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img