મોરબી: પીપળી રોડ પર ગેસ પાઇપ લાઈનમાં ભંગાણ થતાં નાસભાગ મચી

મોરબી: ગેસના ફુવારા ઉડતા ટ્રાફિક જામ થયો હતો આસપાસના કારખાના ના માલિકો દ્વારા ગેસ કંપનીને જાણ કરાઈ હતી.

મોરબીના જેતપુર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક કારખાના પાસેથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું અને તેના કારણે ગેસના ફુવારા શરૂ થઈ ગયા હતા અને રસ્તા ઉપર ગેસ લીકેજ થવાના કારણે ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો આ બનાવો અંગેની તાત્કાલિક કારખાના જ આવેલા છે ત્યાંથી ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવતા ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે જગ્યાએ ગેસની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું ત્યાં રીપેરીંગ કામ શરૂ કરીને રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લીયર કરવા માટેની કામગીરી તાત્કાલિક ગુજરાત ગેસ કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી તેવું હાલમાં જાણવા મળ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img