મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સોમવાર તારીખ 13//06/2022 સોમવાર ના રોજ મોરબી ખાતે સવારના નવ વાગ્યા થી પાંચ સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પ રાખવામાં આવેલ છે
આ કેમ્પમાં આવનાર ને સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ફોર્મ ભરી આપવામાં આવશે સાથે જ તે જ દિવસે ખાતું ખોલી આપવામાં આવશે અને આ માટે 0 થી 10 વર્ષ સુધીની કન્યા નું ખાતું ખોલી આપવામાં આવશે આ માટે કન્યાનો જન્મ તારીખ નો દાખલો સાથે તેના માતા-અથવા પિતા નો પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ અને આધારકાર્ડ પાન કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી ભારત સરકાર દરેક કન્યા માટે ઉચ્ચતમ વ્યાજ દર સાથે આ કન્યાના ભવિષ્ય માટે અભ્યાસમાં અર્થે લગ્ન સમયે તેને આ રકમ ઉચ્ચ અભ્યાસ અર્થે પણ કામ આવી શકે અને સ્વાવલંબી બનવાના હેતુસર આ યોજના ખૂબ જ લોકપ્રિય બની રહી આ માટે મોરબી પોસ્ટ ઓફિસ મા લાભ લેવા એક અખબારી યાદીમાં જે.આર રાવલ પી આર આઈ થી મોરબી એમ. ડી.જી.
અને પ્રશાંતભાઈ પાટીલ M.E. MOBILE NUMBER
9426405599 મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ સંપર્ક કરવો
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...