મોરબી: મુખ્ય માર્ગ પર દબાણ દૂર કરવા તેમજ સાર્વજનિક પ્લોટ ખુલ્લો કરવા આલાપ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને કરાઈ રજુઆત

સ્થાનિકો દ્વારા વિવિધ પ્રશ્ને કલકટરને રજુઆત કરાઈ યોગ્ય કાર્યવાહી નહીં કરાઇ તો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલશે.

મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્ક સોસાયટીના બરાબર મુખ્ય માર્ગની પ્રવેશતા જ જમણી બાજુ વર્ષોથી ચાલીસ ફૂટ મુખ્ય માર્ગ દબાણ કરેલ છે, જમણી બાજુના રહીશો તમામ લોકોએ પોતાના ઘરની સામે મુખ્ય માર્ગ પર વૃક્ષ વાવી દીધા છે.સિમેન્ટ બ્લોક ફીટ કરી ફૂલછોડના કુંડા મૂકી મુખ્ય માર્ગ બંધ કરી દીધેલ છે.આ લોકોને દબાણ દૂર કરી રસ્તો ખુલ્લી કરવા વારંવાર વિનંતી કરીને દબાણ દૂર કરવા જણાવેલ છે, સોસાયટીની કમિટી મીટીંગમાં આ દબાણકર્તા લોકોએ સમતી આપેલ હતી એટલે મુખ્ય માર્ગ ખુલ્લી કરવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક પણ આપી દીધેલ હતો કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલુ કરવામાં આવતા આ લોકોએ કામ અટકાવી દીધું હતું.આલાપ સોસાચટી આધારે સૌ વીઘામાં પથરાયેલી ખુબજ મોટી હોય આવવા-જવાનો મુખ્ય માર્ગ એક જ હોય ફિક ખુબજ રહેતું હોય મુખ્ય માર્ગથી બંને બાજુથી આવનજાવન કરવા માટે એંસી ફૂટનો રસ્તો ખુલ્લો કરવો આવશ્યક હોય સોસાયટીના રહીશોની લાગણી અને માગણી મુજબ દબાણ દૂર નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ કે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img