Friday, May 22, 2026

મોરબી: શ્રી હરી નકલંક હાઈસ્કૂલ બગથળા ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23’નાં અનુસંધાને “વિજ્ઞાન મેળો’ યોજાયો

મોરબી: શ્રી હરી નકલંક હાઈસ્કૂલ બગથળા ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23’નાં અનુસંધાને “વિજ્ઞાન મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર” પ્રેરિત ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજીત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ- ‘૨૩ (વિષય ) “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન ” તા.28 / 2 / 2023 નાં અનુસંધાને વિવિધ મોડેલ બનાવી બહોળી સંખ્યામાં વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.

આ મોડેલ ચાર્ટ વર્કશોપ સેમીનારમાં સ્પર્ધકોની પસંદગીનું કોઈપણ એક વૈજ્ઞાનિક સિધ્ધાંત આધારીત મોડેલ બનાવી તૈયારીઓ કરી હતી.

આ સ્પર્ધામાં ‘આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી આ સ્પર્ધામાં ભાગ લીધેલ બધાજ વિધાર્થીઓને પ્રમાણપત્ર તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર, તથા સિલ્ડ એનાયત કરેલ હતાં આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ એલ.એમ.ભટ્ટ દિપેનભાઈ ભટ્ટ “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી.ટેક. હાઈસ્કૂલ મોરબી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img