Saturday, May 18, 2024

મોરબી: સગીરા પાસે અશ્લીલ માંગણી કરનાર વિધર્મી શખ્સ ની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબીમાં છેલ્લા ઘણા સમય થી સગીરાને લલચાવી ફોસલાવી અથવા ફોટા પાડી બ્લેકમેઇલ કરીને વિધર્મી એનકેન રીતે પ્રેમજાળ માં ફસવાતા હોવાના કિસ્સા પોલીસ મથકે નોંધાઇ રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા કામધેનુ પાર્ટી પ્લોટ નજીક વિધર્મી યુવકે સગીરાને બ્લેકમેઇલ કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જે મામકે શખ્સ ની ધરપકડ કરવામાં આવી છે

મોરબીની યુવતીનો આઠેક મહિના પહેલા કોઈપણ રીતે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા એજાજ અલાઉદ્દીન હિંગળોજા નામના શખ્સે મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ત્યારબાદ તેની સાથે વિશ્વાસ કેળવીને તેની ફ્રેન્ડ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનું પાર્ટી પ્લોટ ખાતે આવેલ છે તેવું કહીને તેને વિશ્વાસમાં લઈને કામધેનુ પાર્ટી પ્લોટે બોલાવીને તેમજ અલગ અલગ જગ્યાઓએ તેને લઈ જઈને તેની સાથે સેલ્ફી ફોટા પાડી લીધા હતા અને ત્યારબાદ તે ફોટોના આધારે તેને બ્લેકમેલ કરી અવારનવાર મળવા માટે યુવતીને બોલાવવામાં આવતી હતી અને ત્યારે તે યુવતી સાથે શારીરિક અડપલા કરીને અશ્લીલ માગણી કરવામાં આવતી હતી તેમજ લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું જોકે, યુવતીએ લગ્ન કરવાની ના પાડી હોવા છતાં તેને ફોન કરીને આરોપી દ્વારા ફરિયાદીને તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલી યુવતી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એજાજ અલાઉદ્દીન હિંગળોજાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૫૪ (એ), ૩૫૪ (બી) અને ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પી.આર. સોનારા અને તેના સ્ટાફ દ્વારા આરોપી એજાજ અલાઉદ્દીન હિંગળોજા જાતે મુસ્લિમ (૧૯) રહે. નવા દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર