મોરબી: સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબ આયોજિત સર્વોપરી નાઈટ ક્રિકેટ ટૂર્નામનેટ નું આયોજન કરવામાં આવ્યુ

ગઈકાલે તારીખ 13/4/2023 ગુરુવાર ના રોજ મોરબી માળીયા વિસ્તાર ના ધારાસભ્ય તેમજ મોરબી ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ કાંતિલાલ અમૃતિયા ના વરદ હસ્તે રીબીન કાપી ને આ ટુર્નામેન્ટ નું શુભારંભ કરવામાં આવ્યું હતું.

શુભારંભ કર્યા બાદ કાંતિલાલ અમૃતિયા સાહેબે યુવાનો ને પણ અચંભિત કરે એવી બેટિંગ કરીને ત્યાં હાજર સર્વે ના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્ર વિમેન્સ T20 લીગ ના હેડ કોચ નિશાંતભાઈ જાની, સર્વોપરી સંકુલ ના મેનેજીંગ ટ્રસ્ટી દિલીપભાઈ ગઢીયા અને અન્ય ટ્રસ્ટીગણ, સ્ટાફમિત્રો તેમજ વિદ્યાર્થીમિત્રો અને સર્વોપરી સંકુલ ના આજુબાજુ ના ગ્રામ્યવિસ્તાર ના સરપંચો, તેમજ સામાજિક અગ્રણીઓ એ પણ હાજરી આપી આ કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img