મોરબી :- સામાકાંઠા વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું.
આ અંગે મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોહીદાસ પરા મેઇન રોડ પર રહેતા પ્રવિણભાઇ લાભુભાઇ સોલંકી એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જે બાબતે નોંધ કરી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.