મોરબી: PFI સાથે બજરંગદળની તુલના કરતા કોંગ્રેસનું પૂતળા દહન કરાયુ

કર્ણાટક ચુંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે બંને રાજકીય પક્ષોએ ચુંટણી જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી દીધું છે અને મતદારોને લુભાવવા ચુંટણી ઢંઢેરો પણ બહાર પાડવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં બજરંગ દળની તુલના પી.એફ.આઈ. જેવા આતંકી સંગઠન સાથે કરી બેન મુકવાની વાત કરાઈ છે ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું

કોંગ્રેસના વિરોધમાં આજે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ આગેવાનો સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે એકત્ર થયા હતા અને કોંગ્રેસનું પુતળા દહન કરી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો હિંદુ સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img