Sunday, May 19, 2024

વિશ્વઉમિયાધામ નિર્માણના સહયોગ અર્થે આજથી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ, પોથીયાત્રામાં 5000 ભક્તો ઉમટ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

11 લાખનો સહયોગ કરી 500 યજમાનો વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર તરીકે જોડાયા

કથાકાર જિગ્નેશ દાદાના દિવ્યવાણીથી 21મીથી 27મી ફેબ્રુઆરી સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં દરરોજ 10 હજાર લોકો કથાનું રસપાન કરશે

વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આગંણે ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. 21મી ફેબ્રુઆરીને મંગળવારથી શરૂ થનાર આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે રંગેચંગે પ્રારંભ થયો. વિશ્વપ્રસિદ્ધ કથાકાર જીગ્નેશદાદાના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવત કથાનું સાત દિવસ રસપાન થવાનું છે ત્યારે આજે ભવ્ય પોથી યાત્રા અને મા ઉમિયાની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરના 5000થી વધુ ભાવિભક્તો પોથી યાત્રામાં ઉમટ્યા હતા. સંસ્થાના દાતા  વિષ્ણુભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ નિરમા પ્લોટ, સાયન્સસિટી રોડ પહોંચી હતી. વિશ્વઉમિયાધામની મહિલા સંગઠનની બહેનો દ્વારા પોથી યાત્રા સાથે સાથે જ્વેરાયાત્રા પણ કાઢી હતી. જેમાં રંગેચંગે મહિલાઓ જોડાઈ. 

કથાના પ્રથમ દિવસે જ 101 યજમાનો પાયાના પિલ્લર તરીકે જોડાયા: આર.પી.પટેલ

આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં હું પણ પાયોનો પિલ્લર અભિયાન અંતર્ગત આ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. કથાના પ્રથમ દિવસે જ 101 મહાનુભવો પાયાના પિલ્લર તરીકે જોડાયા છે. અત્યાર સુધીમાં 501 મહાનુભવો પાયાના પિલ્લર તરીકે જોડાયા છે.અત્યાર સુધીમાં જેમાં દરરોજ 10 હજારથી વધુ ભાવિ ભક્તો કથાનું રસપાન કરશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર