સરવડ ગામે પાટીદાર સમાજના ઘડીયા લગ્ન લેવાયા

મોરબી: મોરબી જીલ્લાના માળીય( મી) તાલુકાના સરવડ ગામે પટેલ સમાજવાડીમા લાલપર નિવાસી સ્વ નરભેરામભાઇ વાસદડીયાની સુપુત્રી ચિ. સિમા તથા સરવડ નિવાસી ધનશ્યામભાઇ વિલપરાના સુપુત્ર ચિ.દિપની સગાઇ તથા શ્રીફળ વિધિ પ્રસંગમા ઉપસ્થિત વડીલો અને ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિના ઉપ પ્રમુખ મણીલાલ સરડવા , સહ મંત્રી મગનભાઇ અઘારા,કારોબારી સભ્ય  ઠાકરશીભાઇ કલોલા , નિવૃત તલાટી મંત્રી હરજીભાઇ દેકાવડીયા, રાજકીય આગેવાન અરવિંદ ભાઇ વાસદડીયા મએ સમાજમા ધામધૂમ વાળા લગ્નમા સમય, શકિત, ધનનો વ્યવ બચાવવા ઘડીયા લગ્નની પ્રેરણા આપતા તમામે એ વાતને વધાવી પુર્ણ વિધિ સાથે વધુ એક ધડીયા લગ્ન લેવાયા.

સમુહ લગ્ન સમિતિના આગેવાનોએ રામ ચરિત માનસ અને ભગવત ગીતા પુસ્તક ભેંટ આપી નવ દંપતિને આશીર્વચન પાઠવ્યા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img