હળવદના નવા ઇશનપુર ગામે યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી 

હળવદ: હળવદના નવા ઇશનપુર ગામે સીમમાં જાદવજીભાઈ કરસનભાઈ પરમારની વાડીએ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું.

મળતી માહિતી મુજબ જુવાનસીંગ નસરીયાભાઇ રાઠવા ઉવ ૪૦ રહે. નવા ઇશનપુર ગામ જાદવજીભાઇ કરશનભાઇ પરમાર તા. હળવદ વાળાની વાડીએ મુળ રહે પટેલ ફળીયુ બડી ઉતવાલી તા.સોંઢવા જી.અલીરાજપુર રાજય મધ્યપ્રદેશ (એમ.પી.) વાળાની પત્નીએ વહેલી સવારે ખેતરમાં કામ કરવા પરાણે જગાડતા બંને વચ્ચે બોલા ચાલી થતા જુવાનસીંગને સારૂ ન લાગતા પોતાની જાતે ગળો ફાંસો ખાઇ જતા હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img