Monday, May 25, 2026

હળવદમાં આધેડ મહિલાને ત્રણ મહિલા સહિત ચાર શખ્સોએ ધોકા વડે ફટકારી 

હળવદ: હળવદના વિનોબા ગ્રાઉન્ડ ખાતે આધેડ વયના મહિલાએ એક શખ્સને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાય જઈ શખ્સે ગાળો તો બોલીશ તારે થાય તે કરી લે તેમ કહી ઘરમાંથી ધોકો લાવી મહિલાના ગાલ પર માર મારી ગંભીર ઈજા કરી તેમજ સહ આરોપી ત્રણ મહિલાઓએ ઢીકાપાટુનો મારમાર્યો હોવાની ભોગ બનનારે મહિલાએ ચારે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદના વીનોબા ગ્રાઉન્ડ ખાતે રહેતા કંચનબેન સોમાભાઈ રાઠોડ (ઉ.વ.૫૪) એ આરોપી બબાભાઈ રામભાઇ બજાણીયા, ધોરીબેન, રૂપાબેન, નીતાબેન વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૯-૦૩-૨૦૨૩ ના રોજ ફરીયાદીના ઘર પાસે આરોપી બબાભાઈ ભુંડા બોલી ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશકેરાઇ જઇ ગાળો તો બોલીસ તારે થાય તેમ કરી લે તેમ કહી ઘરમાથી ધોકા લાવી ફરીયાદીને ગાલ ઉપર માર મારી ચારેક ટાંકાજેવી ગંભીર ઇજા કરી તેમજ સહ આરોપી ધોરીબેન અને રૂપાબેને ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર કંચનબેને ચારે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે આરોપી બબાભાઈ રામભાઇ બજાણીયાની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img