હળવદમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી મહિલા ફરાર

મોરબી: હળવદ જી.આઇ.ડી.સી. ખાતે મહિલા આરોપીના રહેણાંક મકાન સામે આવેલ વાડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી મહિલા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ જી.આઇ.ડી.સી. જી.ઈ.બી. સબ સ્ટેશન પાછળ રહેતા આરોપી ગીતાબેન વિનુભાઈ ઉર્ફે પ્રધાનજીભાઈ સોલંકીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાન સામે આવેલ વાડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬ કિં રૂ. ૨૨૫૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી ગીતાબેન વિનુભાઈ ઉર્ફે પ્રધાનજીભાઈ સોલંકી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img