હળવદ નજીક તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા: ત્રણ ફરાર

હળવદ: હળવદથી રાયસંગપુર જવાના રસ્તે પીપરાળી સીમમાં આવેલ ચમનભાઇ ગોઠીની વાડીની બાજુમાં વોંકળાના કાઠે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ શખ્સો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદથી રાયસંગપુર જવાના રસ્તે પીપરાળી સીમમાં આવેલ ચમનભાઇ ગોઠીની વાડીની બાજુમાં વોંકળાના કાઠે તીનપત્તીનો જુગાર રમતા આરોપી રાજેશભાઈ અમરશીભાઈ એરવાડીયા, જનકભાઈ ગુણવંતરાય પંચોલી, હરેશભાઈ શંકરભાઈ પારેજીયા, મેહુલભાઈ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝરીયા રહે બધા હળવદ વાળાને રોકડ રકમ રૂ.૧૨,૪૦૦ તથા મોટરસાયકલ નંગ -૩ કિં રૂ.૭૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ.૮૭,૪૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ ઈસમો મહેબુબ ઉર્ફે રેવુ સિપાઈ , ગુલાબ શેખ ઉર્ફે માસ્તર, તથા ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી રહે ત્રણે હળવદ વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img