5 માસથી નાસતો ફરતો સુરેન્દ્રનગરનો બુટલેગર મોરબીથી ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા (માલવણ) પો.સ્ટે.ના પ્રોહીબીશન દારૂના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપીને મોરબી એલ.સી.ની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો હતો. બાદ સુરેદ્રનગર પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ સંયુકત હકિકત આધારે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા (માલવણ) પો.સ્ટે.ના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સાજિદ ઉર્ફે સિરાજ કાદરભાઇ લધાણી (ઉ.વ.૨૧ રહે.મોરબી મહેન્દ્રપરા-૧૪ પંચાસર રોડ,હાલ રહે. વીસીપરા કેશવાનંદબાપુના મંદિર પાસે, તા.જી.મોરબી)ને આજે મોરબી વીસીપરા પાસેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે બજાણા (માલવણ) પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img