ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ ભેટમાં આપી ભરપેટ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું

મોરબી : મોરબીમાં દરેક પર્વ અને માનવીય જીવનના પ્રસંગોની લોક ઉપયોગી કાર્યો કરીને ઉજવણી કરવા માટે રોલ મોડેલ બનેલા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની વ્હાલસોયી પુત્રીનો આજે જન્મદિવસ હોવાની સાથે તેમની લગ્નની વર્ષગાંઠ હોવાથી આ બન્ને પ્રસંગોની યંગ ઇન્ડિયા ગ્રુપની આપવાના આનંદ હેઠળ સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેમણે ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ ભેટમાં આપી ભરપેટ સ્વાદિષ્ટ ભોજન કરાવીને પોતાની લગ્નની વર્ષગાંઠ તેમજ પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.




