મોરબી : ન્યુઝ ઓનલાઈન અને નમસ્કાર ગુજરાત દૈનિક દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર પાટીદાર રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પાટીદાર રત્ન સન્માન સમારોહ સ્વામી નારાયણ વિદ્યાધામ, હાથીજણ, અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં પાટીદાર સમાજની તેજસ્વી પ્રતિભાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીનાં ફીલ્મ કલાકાર કિશન ફુલતરીયાનું કલાકાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. કિશનભાઈના શોર્ટ ફીલ્મ યુટયુબમાં ચાલી રહ્યા છે અને તે નિર્માતા ધનશ્યામસિંહ ઝાલાની સાથે ફીલ્મ પ્રેમ સગાઈમાં પણ મહત્વનો રોલ ભજવી ચુક્યા છે ત્યારે કિશન કુલતરીયાનું સન્માન કરવામાં આવતા હિમસન આર્ટિસ્ટ ફેડરેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ તેઓને શુભેચ્છાઓ પાઠવી છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...