હળવદ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પી આઈ એમ વી પટેલે ચાર્જ સંભાળ્યો

ચોરી અને લૂંટફાટ અટકાવવા જનતા પણ જાગૃત થાય અને હળવદ પોલીસ ને જાણ કરે

હળવદમાં હાલ દિવસે ને દિવસે ચોરી લુંટફાટ ના બનાવો વધતા જાય છે ત્યારે હળવદ પી આઇ માંથુકિયા ને જગ્યાએ હળવદ માં નવા પી આઇ તરીકે એમ વી પટેલે ચાર્જ સંભાળ્યો છે જ્યારે ચાર્જ સાંભળતાજ પી આઇ પટેલે જણાવ્યું છે કે ગુનાહિત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર કોઈ ને પણ છાવરવામાં આવશે નહિ અને જે કંઈ પોલીસ પ્રક્રિયા કરવી પડે એમ જરા પણ ઢીલ મુકવામાં નહિ આવે તેમજ ચોરીના બનાવ અંગે હળવદ તાલુકાના સરપંચો તેમજ પોલીસ અધિકારીઓ વચ્ચે એક ખાસ મીટીંગ બોલવામાં આવી હતી જેમાં ગુનેગારો ઝડપથી પકડાઈ જાય એ માટે એલ સી બી ટીમ પણ સક્રિય છે અને ઝડપ થી ગુનેગારો ને પકડવા પી આઇ એમ વી પટેલે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે હાલ ચોરી ના બનાવ અંગે પી આઇ એમ વી પટેલે જણાવ્યું હતું કે અમે તો જન હિત માં જ કામગીરી કરીશું પણ હળવદ તેમજ આસપાસ ના લોકો પણ આ ચોરી ના બનાવો ને નાથવા સજાગ રહે અને પબ્લિક જાગૃત બને અને પોતે પણ એલર્ટ રહી ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા પોલીસ ને સહયોગ આપે અને પબ્લિક ને પણ પોલીસ ની જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ પણ તેમની સાથે છે એ અંગે પી આઇ એમ વી પટેલે ખાત્રી આપી હતી

રવિ પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img