શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં મહિલા સભ્યોની સંખ્યા હવે વધીને 32 થઈ જશે.
અગાઉ 2014માં રાજ્યસભામાં સૌથી વધુ મહિલા સભ્યોની સંખ્યા 31 હતી. શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં મહિલા સભ્યોની સંખ્યા હવે વધીને 32 થઈ જશે. તેમના શપથ લેવાની સાથે જ રાજ્યસભામાં મહિલાઓના પ્રતિનિધિત્વનો નવો રેકોર્ડ પણ બનશે. ઉપલા ગૃહના 57 નિવૃત્ત સભ્યોમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોની સહિત પાંચ મહિલા સભ્યોનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર, આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને ઉત્તરાખંડના તમામ 41 ઉમેદવારો ગયા શુક્રવારે બિનહરીફ ચૂંટાયા હતા. આ ઉમેદવારોમાં સીતારમણ સિવાય ઉપરોક્ત નવ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચાર રાજ્યોની બાકીની 16 બેઠકો માટે શુક્રવારે મતદાન થયું હતું, મહારાષ્ટ્રમાં છ-છ, કર્ણાટક અને રાજસ્થાનમાં ચાર-ચાર અને હરિયાણામાં બે બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી.
મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પર થી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે એવા વિરોધ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
કારણ કે એ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં...