મોરબીના ઝીકિયારી ગામે વાડીમાં મજુરી કામ કરતી મહિલા પર વીજળી પડતા મોત

મોરબીના ઝીકિયારી ગામમાં રહેતાં જયસુખભાઈ રામજીભાઈ બાવરવાની વાડીમાં જયસુખભાઈ પોતે તેમજ મજુર બપોરના સમયે વાડીમાં મજુરી કામ કરતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા સાથે વર્ષાબેન કિશોરભાઈ અદગામા નામની મહિલા પર વીજળી પડી હતી.

ઘટનામાં વર્ષાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા ઘટનાની જાણ થતાં મોરબી 108ની મહેન્દ્રર નગર લોકેશનના હનીફભાઈ દલવાની અને ઇએમટી દીપિકાબેન પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે મહિલાને સારવાર આપે તે પહેલાં મહિલાનું મોત થયું હતું. જે બાદ મહિલાને પીએક અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img