મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીકના ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ નજીક આવેલ સેગા સીરામીક પાસે ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાની માહિતી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી. મૃતક અંદાજે 40 વર્ષનો યુવાન હોય જેના જમણા હાથ પર અંગ્રેજીમાં mina લખેલ છે જોકે યુવાનનું મોત ક્યાં કારણોસર થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ આદરી છે જેથી અજાણ્યા પુરુષ વિષે કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નંબર 02822 242592 તથા તપાસ કરનાર અધિકારી જે પી વસિયાણીનો 83204 22378 પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...