મોરબીના એલ ઈ કોલેજ રોડ ઉપર રાત્રીના સમયે બાઈક લઈને જઈ રહેલા સીરામીક સેનેટરીવેર્સના વેપારીને આંતરીને તારા કારણે અમારું બુલેટ સ્લીપ થઈ ગયું કહીને વેપારીના ગળામાંથી સોનાના ચેનની લૂંટ કરીને બુલેટ લઈને આવેલા બે શખ્સો ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના ઉમિયા સર્કલ પાસે ગોકુલ મથુરા સોસાયટીના લક્ષ્મીકાંતા એપાર્ટમેન્ટમાં રહેતા સીરામીક સેનેટરીવેર્સના વેપારી ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયા પોતાનું બાઈક લઈને રાત્રીના સમયે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના એલ ઈ કોલેજ રોડ ઉપર બે અજાણ્યા બુલેટ સવાર શખ્સોએ ધ્રુવકુમારને બાઈક ઉભું રાખવા કહ્યું હતું જેથી ધ્રુવકુમારે બાઈક ઉભું રાખતા જ બંને શખ્સ પૈકી બુલેટમાં પાછળ બેઠેલા શખ્સે તને બાઈક ચલાવતા નથી આવડતું, તારા કારણે અમારું બુલેટ સ્લીપ થઈ ગયું તેમ કહી ધ્રુવકુમારે ગળામાં પહેરેલા 35 હજાર રૂપિયાની કિંમતના સોનાના ચેનની ઝોટ મારી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ધ્રુવકુમારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...