નગરપાલિકામાં પ્રજાના ટેક્સના પૈસાનો ગેર ઉપયોગ અને ભ્રષ્ટાચાર વિરોધમાં કોંગ્રેસ દ્વારા તાળાબંધી અને હલ્લાબોલ કરાશે.

ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં બહુમતીના જોરે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તેમજ નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે પાલિકા ના આવા વ્યવહારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા તાળાબંધી અને અલ્લાબોલ જેવા કાર્યક્રમ કરવામાં આવશે.

થોડા સમય પહેલા નગર પાલિકા પ્રમુખના પતિ પર ભાજપના કાઉન્સિલર ના પતિ એ દરેક કામ માટે 6% લેવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા અને તેનો વિડીયો બહાર આવ્યો હતો. ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ના પ્રમુખ અને આવા પૃષ્ઠ સદસ્યો નું રાજીનામું લઈ અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમજ જો આ કાર્યવાહી નહી કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ ૨૮/૦૬/૨૦૨૨ મંગળવારના 11:00 મોરબી નગરપાલિકા ને તાળાબંધી કરી હલ્લાબોલ કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં જોડાશે.

એવું મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાજુભાઈ કાવર એ મીડિયાના માધ્યમો ને પ્રેસનોટ માધ્યમ થી જણાવ્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img