મોરબીના હળવદ તાલુકામાં ગત ૧૨ જૂનના રોજ ભારે વરસાદ પડ્યો હતો જેમાં વરસાદનાં હળવદના સુંદરી ભવાની ગામમાં દિવાલ ધરાસાહી થઈ હતી જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો હતા ત્યારે સરકારે મૃતકના પરિવારને ચાર ચાર લાખની સહાય કરવાનો નિર્ણય લીધો છે.
ગત ૧૨ તારીખના રોજ સુંદરીભવાની ગામમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદે એક પરિવારને તહસ- નહસ કરી નાખ્યો હતો સુંદરીભવાની ગામમાં રહેતા દેગામા પરિવારના ત્રણ સભ્યો દિવાલ નીચે દટાઈ ગયા હતા.
સુંદરીભવાની ગામમાં સુંદરીભવાની મંદિર થી કેનાલ તરફ જતા રસ્તા પર આવેલ વાડીની દીવાલ ધરાસાહી થઈ હતી જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દટાયા હતા. દેગામા પરિવારના આધારસ્તંભ ત્રણ સભ્યોનો દીવાલે ભોગ લીધો હતો. ત્યારે આજરોજ સરકાર દ્વારા દેગામા પરિવારને ચાર ચાર લાખ રૂપિયા એટલે કે કુલ ૧૨ લાખ રૂપિયાની સહાય મંજુર કરી છે.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...