હળવદ પોલીસ દ્વારા રાયસંગપર ગામે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરતા તેમના નામ ઠામ પૂછતા તેઓ (૧) ભરતભાઈ લાલજીભાઈ વિસાણી (રહે જૂના રાયસંગપર), (૨) વાલજીભાઈ વિરજીભાઇ સાતલપરા ( રહે. જૂના રાયસંગપર), (૩) ભરતભાઈ દેવજીભાઈ સોઢા ( રહે. જૂના રાયસંગપર), (૪) જીવણભાઈ બાબુભાઈ સુરેલા ( રહે. રાયસંગપર) , (૫) હમીરભાઇ કરસનભાઇ ચૌહાણ (રહે. જૂના રાયસંગપર), (૬) નટવરભાઈ કાનજીભાઈ ચાવડા (રહે. જૂના રાયસંગપર) ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ત્યારે બધું તપાસ કરતા આરોપી ભરતભાઈ વિસાણી દ્વારા બાકી અન્ય આરોપીઓ ને પોતાના ભોગવતા વાળી જગ્યા પર બોલાવી જુગાર રમવા માટેની સાધન સામગ્રી પુરી પાડી પત્તા રમાડતો હોય ત્યારે આ તમામ આરોપીઓને રોકડ રકમ રૂ. ૧૭,૬૦૦/- સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...