જુગારની બદી અટકાવવા માટે મોરબી જિલ્લામાં પોલીસ સદંતર કાયૅવાહી કરી રહી હોય ત્યારે માળિયા તાલુકા પોલીસ દ્વારા સાત જેટલા ઈસમોને જાહેર માં જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે.
માળિયા તાલુકાના વિસ્તારના ગામડાઓમાં માળિયા પોલીસ પેટ્રોલિંગ માં હોય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હોય કે ખીરઈ ગામે અમુક ઇસમો ગામના તળાવ પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે બાતમી ના આધારે પોલીસ દ્વારા ત્યાં રેઈડ કરવામાં આવી હતી.
હકીકત વાળી જગ્યા પર પોલીસ દ્વારા રેઇડ કરતા સાત જેટલા ઇસમો જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે તેમની પૂછપરછ કરતા તેઓ (૧)અકબરભાઇ હબીબભાઇ સામતાણી, (૨) નરેન્સરભાઇ અમ્રતુ લાલ પાટડીયા , (૩) રમાજાનભાઇ રહેમાનભાઇ સામતાણી, (૪) રસિકભાઈ શિવજીભાઇ તન્ના , (૫) કૌશિક ચદુભાઇ સોલંકી, (૬) આનદભાઇ કલ્પેર્ભાઇ ભટ્ટ, (૭) કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા
ત્યારે પોલીસ દ્વારા આ તમામ પત્તા પ્રેમીઓની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત જુગાર માટેની કી.રૂ ૨૦૫૪૦/- રોકડ રકમ કબઝે કરવામાં આવી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...