વાંકાનેર ગત રાત્રીએ વરસસદ સાથે અતિ ઝડપે પવન ફૂંકવાના લીધે ઘણા વૃક્ષો ધરાસાઈ થયા હતા જેમાં એક હાઈવે પર ના વૃક્ષ ધરાસાઈ હોવાની માહિતી મળતા વાંકાનેર શહેર પોલીસ ટીમ ત્યાં તુરંત પહોંચી અને સૌ સાથે મળી વૃક્ષ ને રસ્તા પર થી દુર ખસેડાયું હતું.
આ વૃક્ષ પડવાથી જે વ્યક્તિ ને ઇજા પહોંચી હતી તે વ્યક્તિને વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા વાંકાનેર પોલીસ ની આ કામગીરી જોનાર લોકોએ વાંકાનેર પોલીસ ની કામગીરી ને બિરદાવી હતી ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એ સાર્થક કરી બતાવ્યું હતું.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...