ટ્રેકટર ની ટ્રોલી ભરીને મૃત માછલીઓને રણમાં દફનાવી, અત્રે આવેલા તળાવ માં સમસ્થ ગ્રામ્યજનો દ્વારા લોકો ને ન્હાવા માટે અને કપડાં ધોવા ની મનાઈ રાખવામાં આવી હતી
હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલા વર્ષો જુના શક્તિ માતાજી ના મંદિર પાસે આવેલા ઐતિહાસિક તળાવમાં સવારે એકાએક ભેદી રીતે નાની-મોટી અસંખ્ય માછલીઓના ટપોટપ મોત નિપજતા જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે, મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ નિપજતા ગ્રામજનો દ્વારા મૃત માછલીઓને ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરી રણ વિસ્તારમાં દફનાવવામાં આવી હોવાનું ગ્રામ્યજનો એ જણાવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે વર્ષો પુરાણા શક્તિ માતાજીના મંદિર અને મંદિર પાસે આવેલું વિશાળ તળાવ આજે આસ્થાનું પ્રતીક ગણવામાં આવે છે આ તળાવ માં વર્ષો કદી પાણી ખલાસ થયું નથી અને આ તળાવ માત્રને માત્ર જીવદયાના ઉદેશ્ય માટે હોય ગ્રામજનો દ્વારા સામુહિક રીતે અહીં નાહવા અને કપડાં ધોવાની મનાઈ ફરમાવી માત્રને માત્ર પશુઓના પિયાવા માટે તેમજ માછલી સહિતના જળચરો માટે અનામત રાખવામાં આવ્યું છે અને દરરોજ માછલીઓને ગ્રામજનો દ્વારા સવાર સાંજ ખોરાક પણ આપવામાં આવતો હોવાથી માછલીઓ ની સંખ્યા પણ વધુ હોવાનું લોકો એ જણાવ્યું હતું
ત્યારે આજે સવારે અચાનક જ સંખ્યાબંધ માછલીઓ ના ટપોટપ મૃત્યુ નિપજતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો ના ટોળાં એકઠા થઇ ગયા હતા અને વિશાળ કદની મૃત માછલીઓને તળાવ બહાર કાઢી ટ્રેકટરની ટ્રોલી ભરી નજીક રણ વિસ્તારમાં દફનાવી દેવામાં આવી હતી. આ ઘટનાથી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...