મોરબીના વિસિપરા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ધોળેશ્વર રોડ પર રામાપીરના મંદિર પાસે બે ઇસમો જાહેરમાં મારામારી કરતા હોય, ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
બનાવ ની મળતી વિગતો અનુસાર મોરબી ના વીસિપરા વિસ્તાર માં ધોળેશ્વર રોડ પર રામાપીરના મંદિર પાસે લાઇટની નીચે બે ઇસમો જાહેરમાં છૂટા હાથની મારામારી કરતા હોય, ત્યારે લોકોને ખલેલ પહોંચે તેમજ શાંતિ ભંગ થઈ તેવું વર્તન કરતા હોય ત્યારે પોલીસ દ્વારા (૧) અહેમદહુસેન ભટ્ટી અને (૨) વિજયભાઈ ઉર્ફે જેન્તી ઇન્દરિયા નામના બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...