હળવદમાં ચરાડવાથી મોરબી જતા રોડ પર ટ્રક ચાલકે અચાનક રોન્ગ સાઈડમાં વણાંક લેતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જેને પગલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.
જેમાં ફરિયાદી અજીમભાઇ કાસમભાઇ પાયકે જણાવ્યું હતું કે, તેઓ પોતાનું બાઈ લઇ મોરબી તરફ જતા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રક નંબર RJ-02-GB-1750 વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે સામેથી રોંગ સાઇડમાં આવી અજીમભાઇ ને ફુલ લાઇટ મારી અંજવાઇ દઇ અજીમભાઇના બાઈક સાથે ટ્રક ભટકાડી અજીમભાઇને શરીરે નાની મોટી ઇજા કરી બંને પગના પંજા ઉપર ટ્રકના આગળના વ્હીલ ચડાવી દઇ ફેકચર કરી ઇજા કરી આ ટ્રક ડ્રાઇવર પોતાના હવાલાવાળી RJ-02-GB-1750 નંબરની ગાડી લઇને સ્થળ પરથી નાસી ગયો થતો.આ ફરિયાદીના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...