પ્રોહિબિસન ના ગુન્હામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કવોડ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહી. ના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ માસ થી નાસતા ફરતા આરોપીને પેરોલ ફલો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ પેરોલ ફલો સ્કવોડને ખાનગી રાહે મળેલ બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ પ્રોહી ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અરવિંદભાઈ કોળી હાલ વાંકાનેર તાલુકાના મહિલા ગામના પાટિયા પાસે ઉભેલ હોવાની હકીકત મળતા પેરોલ ફલો સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યાં આરોપી અરવિંદભાઈ કોળી મળી આવેલ હતો ત્યારે તેમની કાયદેસરની અટકાયત કરવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img