Thursday, April 23, 2026

મોરબી : ઘરમાં સીસીટીવી લગાવવા મામલે પત્ની, પુત્ર અને એક વ્યક્તિ દ્વારા માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ના શનાળા રોડ પર આવેલ સરદાર બાગ પાસે રહેતા એક પુરુષને તેમના જ પત્ની પુત્ર અને એક વ્યક્તિ દ્વારા ઘરમાં સીસીટીવી લગાવવા જેવી નજીવી બાબતે માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ પર સરદાર બાગની બાજુમાં ગ્રીન હિલ્સ એપા. માં રહેતા જયેશભાઇ મહેન્દ્રભાઇ જોષીએ એ ડિવિઝન પોલીસ સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ધરમાં સીસીટીવી લગાવવા બાબતે ઘરમાં વંદના બેન જયેશભાઇ જોષી અને તેમના પુત્ર નીલકંઠ S/O જયેશભાઇ જોષી તેમજ શ્યામસુંદર હરીલાલ શાસ્ત્રી દ્વારા તેમની સાથે બોલાચાલી કરી તેમના પુત્ર દ્વારા લાકડાના ધોકા દ્વારા માર મારી ગાળો ભાંડવામાં આવી હતી ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ

તાજા સમાચાર