હળવદના રાતાભેર ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

હળવદ તાલુકાના રાતાભેર ગામે ઈલેક્ટ્રીક મોટરના સ્ટાટરના છેડા રીપર કરતી વેળાએ શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોગરા પટેલ ફળીયુ ગામના રહેવાસી અને હાલ હળવદ તાલુકાના રાતાભેર ગામે ધીરૂભાઇ વીરમભાઈ રાજપૂતની વાડીએ રેહતા રૂલસિંગભાઈ બુમટાભાઈ રાઠવા (ઉ.વ.૩૮) ગઈકાલના રોજ પોતાની વાડીએ ઈલેક્ટ્રીક મોટરના સ્ટાટરના છેડા રીપર કરતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધી કરી તપાસ હાથ ધરી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img