મોરબીમાં ધોળેશ્વર રોડ પર સ્મશાન નજીક પત્તા ટીચતા 5 ઝડપાયા

મોરબી: મોરબી ધોળેશ્વર રોડ સ્મશાન પાસે ખુલ્લા પટમાં પત્તા ટીચતા 5 ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી ધોળેશ્વર રોડ સ્મશાન પાસે ખુલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી મહેશભાઇ વિનોદરાય મહેતા, જુસબભાઇ હૈદરભાઇ કટીયા, અબ્દુલરહેમાન ઉર્ફે અદ્રેમાન નુરમામદ હાલા, જુમાભાઇ હબીબભાઇ મોવર, શૈલેષપરી ઘનશ્યામપરી ગોસાઇ (રહે બધા મોરબી) ને હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.૨૯૬૦/ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img