અનઅધિકૃત રીતે અંગ્રેજીદારૂના વેચાણકર્તા આરોપીને પાસા તળે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે ધકેલતી એલ.સી.બી.મોરબી
મોરબી: પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ એલસી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જે.બી.પટેલના પાસા હુકમ અન્વયે સામાવાળા રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વીડજા પટેલ ઉ.વ. ૨૯ રહે. જુના દેવળીયા તા.જી. હળવદ હાલ રહે. મહેન્દ્રનગર, હરીઓમપાર્ક, સોસાયટી, તા.જી.મોરબી વાળાને પકડી આજરોજ તા.૦૩/૦૯/૨૦૨૨ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવેલ.