મોરબી: મોરબીમાં ત્રાજપર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી વિજયભાઈ રમેશભાઈ બારૈયા તથા રવિભાઈ રમેશભાઈ વિંજવાડીયા (રહે બંને મોરબી -૨) ને રોકડ રકમ રૂ.૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે. આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...