પત્નીના છુટાછેડા બાબતે રૂપિયા માગી ગાળો બોલનાર શખ્સને ગાળો બોલવાની ના પાડતા આધેડને માર માર્યો

મોરબી: મોરબી -૨, એલ.ઈ.કોલેજ.બોયઝ હોસ્ટેલના ગેટ નજીક તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે તેમ કહી આધેડને ગાળો આપી આધેડે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે આધેડને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી -૨, એલ.ઈ.કોલેજ.બોયઝ હોસ્ટેલના કેમ્પસમાં, ન્યુ હીલ હોસ્ટેલની બાજુમાં રહેતા ઘનશ્યામસિંહ સરદારસિંહરાણા (ઉ.વ.૪૪) એ આરોપી મજબૂત સિંહ દિલુભા રાઠોડ રહે. મોરબી -૨, મયુર સોસાયટી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે આરોપી ફરીરીયાદી પાસે આવી ફરીયાદીને કહેલ કે,તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે તેમ કહી આરોપીએ ફરીયાદીને ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આ આરોપી ઉશકેરાય જઈ લાકડા ધોકાથી ફરીયાદીને બંને પગમા તથા ડાબા ખંભાના ભાગે મારી ફરીયાદીને ઢીકાપાટુ નો માર મારી ઈજાઓ પહોંચાડી ફરીયાદીના ડાબા ખંભાના ભાગે ફેકચર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ઘનશ્યામસિંહે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૩૨૩,૩૨૫,૫૦૪, તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img