મોરબી: હળવદની સરા ચોકડી પાસે આવેલ શાર્ક માર્કેટની સામે અટલબિહારી બાજપાયના ગેટ આગળ આવેલ ફુટપાટ ઉપર જાહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જુથ્થો વચ્ચે ઝગડો થયો હતો જેમાં રાઉન્ડ ફાયરિંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનાર સાત શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદની સરા ચોકડી પાસે આવેલ શાર્ક માર્કેટની સામે અટલબિહારી બાજપાયના ગેટ આગળ આવેલ ફુટપાટ ઉપર ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જુથ્થો વચ્ચે ફાયરિંગ તથા સુલેહ શાંતિનો ભંગ કરનાર પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉફે ધમો ચમનભાઈ ગોઠી, મેહુલ રમણીકભાઈ ગોઠી, મેરો ઉફે મેરીયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉફે ગોવલો જયંતીભાઈ ગોઠી, દિલીપસિહ જયુભા ઝાલા, સિધ્ધરાજસિહ ગેલુભા ઝાલા રહે બધા – હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૯-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે બન્ને ગૃપના આરોપીઓએ જાહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે જાહેરમાં ઉગ્ર બોલાચાલી કરી એકબીજાને ગાળો આપી જાહેર સુલેહશાંતી ભંગ થાય તે રીતે ઝગડો કરેલ જેમા પંકજ ગોઠી તથા તેની સાથેના ધર્મેન્દ્ર ઉફે ધમો ચમનભાઈ ગોઠી, મેહુલ રમણીકભાઈ ગોઠી, મેરો ઉફે મેરીયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉફે ગોવલો જયંતીભાઈ ગોઠી નામના ચાર માણસોએ તથા દિલીપસિહ તથા સિધ્ધરાજસિહ નાઓએ પ્રાણઘાતક હથીયારો સાથે સજ્જ થઈ ગેરકાયદેસર મંડળી રચી એકબીજા સાથે ઝગડો તકરાર કરેલ અને શરદ પુનમના કારણે આ જગ્યાએ લોકોની અવરજવર હોય તેમ છતા જાહેરમાં સામાવાળા ગૃપના માણસોને પણ ફાયરીગ કરવાથી આ જાહેર જગ્યામાં અવરજવર કરતા અન્ય પબ્લીકના માણસોને પણ આ ગોળી લાગી જવાથી મરણ નિપજી શકે તેવુ જાણતો હોવા છતા બેફામ રીતે મારી નાખવાના ઈરાદે પંકજ ગોઠીએ તેના પાસેની ગેરકાયદેસર ફાયર આર્મ વડે બે રાઉન્ડ ફાયર કરેલ અને બાકીના સાથેના માણસોએ ગુનો કરવામાં બન્ને ગૃપના માણસોએ પોતાના ગૃપને ગુનો કરવા મદદ કરુ જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનાર સાત શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.કલમ ૩૦૭,૩૦૮, ૧૪૩, ૧૪૪, ૧૪૭,૧૪૮,૧૬૦ તથા જી.પી.એક્ટ ૧૩૫ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧- બી)(એ), ૨૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...