Sunday, August 24, 2025

હળવદમા પોલીસ લાઇન પાસે જ બાઈક સવાર સમડી નો આતંક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ : હળવદમાં મંગળવારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોલીસ લાઇન નજીક રસ્તે જઈ રહેલા વૃધ્ધાને નિશાન બનાવી બે સમડીએ સોનાના ચેઇનની ચિલઝડપ કરી લેતા ચકચાર જાગી છે.જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ લાઇન નજીક રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં મંજુલાબેન મહાદેવભાઈ પ્રજાપતિ ઉ.62 નામના વૃધ્ધાને નિશાન બનાવી પલ્સર બાઈક ઉપર આવેલા બે બાઈક સવાર સમડીઓએ ગળામાં ઝોટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી નાસી છૂટતા ચકચાર મચી ગઇ છે. જો કે આ ઘટનામાં વૃધ્ધાએ ચેન પકડી રાખતા અડધો ચેન બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા આરોપીઓ ઓળખાઈ જવાની શક્યતા જોવાઇ રહી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર