ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર જી.ટી. પંડ્યા મોરબીનાં નવા કલેક્ટર બન્યા

મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પુર્વે જુદા જુદા સરકારી વિભાગોમાં અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના કલેકટરની બદલી કરવામાં આવી છે અને મોરબીના નવા કલેક્ટર તરીકે જી.ટી. પંડ્યા મુકવામાં આવ્યા છે.

રાજ્યમાં જુદા જુદા સરકારી વિભાગોમાં અધિકારીઓની બદલીનો દોર શરૂ છે ત્યારે આજે ૨૩ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદના નવા કલેકટર તરીકે ધવલ પટેલ, ભાવનગરના કલેકટર તરીકે રમેશભાઈ મેરજા, કચ્છ કલેકટર તરીકે દિલીપ રાણાને મૂકવામાં આવેલ છે અને મોરબીના કલેક્ટર જે.બી. પટેલની બદલી કરવામાં આવી છે અને મોરબીના નવા કલેકટર તરીકે જી.ટી. પંડ્યાને મુકવામાં આવ્યા છે આવી જ રીતે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર તરીકે સંદીપ સાંગલેને મૂકવામાં આવેલ છે અને મોરબીના કલેકટર જે.બી. પટેલની બદલી ગાંધીનગર યુવા અને સાંસ્કૃતિક વિભાગના ડીરેક્ટર તરીકે મૂકવામાં આવેલ છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img