Monday, August 25, 2025

મોરબી આયોજિત બોક્સ ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટમાં ગુરુકૃપા ઇલેવન ટીમ ફાઈનલમાં વિજેતા બની 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તારીખ 20-10-2022 ને રાત્રે 9.30 કલાકે ગુરુકૃપા ઇલેવન અને બ્લુ ઝોન વચ્ચે ફાઈનલ મુકાબલો જામ્યો હતો જે 10.30 વાગ્યે પરિણામની રસાકસી ભર્યા અંતે ગુરુકૃપા ઇલેવન વિજેતા જાહેર થઈ અને બ્લુ ઝોન રનર્શ અપ રહી હતી. બને ટીમને ફાઈનલ મુકાબલા સુધી પહોંચવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે મેન ઓફ ધ સિરીઝ વેદાંત અઘરા જાહેર થયા હતા. ફાઈનલ મેન ઓફ ધ મેચ રાજુ ભાઈ જાહેર થયા હતા. વિજેતા ટીમ ગુરુકૃપાને ટ્રોફી ઉપરાંત 11000 રોકડ પુરસ્કાર અર્પણ કરેલ. રનર્શ અપ ટીમ બ્લુ ઝોનને પણ ટ્રોફી આપી સન્માનિત કર્યા.

 

તમામ યુનિક ગ્રાઉન્ડમાં રમનાર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આપ ક્રિકેટ ક્ષેત્રે મોરબી જિલ્લાનું નામ રોશન કરો તેવી શુભેચ્છા. ફાઈનલ ટ્રોફી રવાપર સરપંચ નીતિનભાઈ ના હસ્તે અર્પણ કરેવામા આવી હતી. રોકડ પુરસ્કાર કિરીટ ભાઈ એ અર્પણ કરેલ છે. રનર્સ અપ ટ્રોફી ચેતન ભાઇએ અર્પણ કરેલ છે. મેન ઓફ ધ સિરીઝ ટ્રોફી કોચ કપિલ ભાઈ અને નરેન્દ્ર ભાઈ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ ટ્રોફી ધર્મેશ ભાઈ દ્વારા અર્પણ કરેલ છે.

 

 

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર