હળવદમાં દરબાર નાકા નજીકથી બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો

હળવદ: હળવદ વિસ્તારમાં દરબાર નાકા નજીકથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસેલ બાંગ્લાદેશી શખ્સને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મુળ બાંગ્લાદેશનો વતની તુહઝલ ઉર્ફે ડેવીડરવિ પિતાનું નામ મુસ્લિમહુશેન જાતે મુસ્લિમ હાલ ક્રિષ્ચયન (ઉ.વ.૨૬ ) નામનો આરોપી બાંગ્લાદેશનો વતની હોય અને તેની પાસે ભારતદેશમાં આવવા માટેનો કોઇ પાસપોર્ટ કે વિઝા ન હોય છતા મજકુર ઇસમ ગેર કાયદેસર રીતે બાંગ્લાદેશના રાજશાહી રેલ્વે સ્ટેશન પાસે આવેલ પદમાનદી ઓળગી ભારતની હદમાં પશ્ચીમ બંગાળ રાજ્યમાં પ્રવેશી ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરી અને હળવદ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં રખડતો ભટકતો મળી આવતા હળવદ પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ફોરેનર્સ એકટ (વિદેશીઓ સંબંધી અધિનિયમ)-૧૯૪૬ની કલમ ૧૪-A (a) (b) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img