મોરબીના ઘુંટુ ગામે યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ એન્ટીક માર્બો પ્રા.લી. નાં લેબર ક્વાર્ટરમાં યુવકે ગળોફાસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મુળ ઓરિસ્સાના વતની અને હાલ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ એન્ટીક માર્બો પ્રા.લી. નાં લેબર ક્વાર્ટરમાં રહેતા સનતભાઇ મોહનભાઈ (ઉ.વ‌.૨૨ )ને પોતાના વતનમાં કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હોય જેથી કોઈ અણબનાવ બનતા મનમાં લાગી આવતા ગત તા.૨૫-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img