Thursday, May 15, 2025

આમરણ જોડીયા રોડ પર ડેમી-3 નદીના પુલ પરથી ટ્રક પાણીમાં પડી ડુબી જતાં યુવકનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આમરણ જોડીયા રોડ ઉપર આવેલ ડેમી -૩ નદીના પુલ પરની રેલીંગ સાથે ટ્રક ટેન્કર ભટકાડી વાહન અકસ્માત સર્જાતા ટ્રક ચાલક સહિત ટેન્કર નદીના પાણીમાં પડી ડુબી જતાં ટ્રક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ પીયુષ કુમાર ફુલસિંગ મીણા ઉવ-૨૫ રહેવાસી સરસીયા તાલુકો જહાજપુર જિલ્લો ભીલવાડા રાજસ્થાન વાળાએ પોતાના હવાલાવાળુ અશોક લેયલન્ડ ટ્રક ટેંકર નંબર-GJ-12-BX-4697 વાળુ પુર ઝડપે પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી નીકળી આમરણ જોડીયા રોડ ઉપર આવેલ ડેમી-૩ નદીના પુલ પરની રેલીંગ સાથે ટ્રક ટેન્કર ભટકાડી વાહન અકસ્માત કરી નદીના પુલ પરથી ટ્રક ટેન્કર સહીત નદીના પાણીમાં પડી ડુબી જતા પિયુષકુમારને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બોનીભાઈ પરસોત્તમભાઈ ભુજપરીયા (રહે. ગાંધીધામ જી. કચ્છ) એ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૪,આ, ૨૭૯ M.V. ACT કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર