મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ વિરપર ખાતે શાળાના વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ
જેમાં આગ ના લાગે એ માટેના જરૂરી પગલાં, આગ લાગે ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી, જો કોઈ વ્યક્તિ બિલ્ડીંગ કે અન્ય જગ્યાએ આગ અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ કેવી રીતે બચાવવા અને બિલ્ડીંગની બહાર કેવી રીતે કાઢવા, આગ લાગે તો ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવીએ શિખવાડવામાં આવ્યું.
મોરબી ફાયર ટીમ કેવી કેવી કામગીરી કરે છે અને ફાયરના સાધનોનું ડેમોન્સટ્રેસન અને કોઈ પણ ફાયર અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર ૧૦૧ વિષે માહિતી આપવામાં આવી તેમજ ફાયર વોટર બ્રાઉઝર દ્વારા ફાઈટીંગ નું ડેમોન્સટ્રેસન કરવામાં આવ્યુ હતુ.