મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2022-23નુ સુધારેલું તથા 2023-24નું અંદાજપત્ર રજૂ કરાયું
મોરબી જીલ્લા પંચાયતની આ બેઠકમા મોરબીના રાજપર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં અંદાજીત બે વર્ષથી પાંચ ડીજીટલ રૂમની ફાળવણી થયેલ હોવા છતાં આજ દિવસ સુધી કામ ન થતા જીલ્લા પંચાયતના સદસ્ય નયનભાઈ અઘારેએ ઉગ્ર રજૂઆત કરી હતી.
મોરબી જીલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૩-૨૪ નું અંદાજપત્ર કુલ રૂ.૫૩,૪૧૨. ૮૮ લાખનું છે. સ્વભંડોળની તા. ૦૧-૦૪-૨૦૨૩ ની અંદાજીત ઉઘડતી સિલક રૂ. ૯૨૩.૮૯ લાખ રહેશે તથા વર્ષ ૨૦૨૩-૨૪ ની આવક રૂ. ૯૨૨.૭૫ લાખ મળિ કુલ કિં રૂ. ૧૮૪૬.૬૪ લાખ આવક થશે તેમજ અંદાજપત્રમાં કરેલ જોગવાઈ મુજબ રૂ.૧૭૪૯.૪૦ લાખ ખર્ચ લક્ષમાં લેતા બંધ સિલક રૂ. ૯૭.૨૪ લાખ રહેવા પામેલ છે.